આયોજન:તાલાલામાં બહેનોએ લગ્નમાં જવતલ હોમી ભાઈની ભૂમિકા અદા કરી

તાલાલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં, પુત્ર-પુત્રી એક સમાન ગણાવી આર્શીવાદ પાઠવ્યા

તાલાલા શહેરમાં રહેતા નવીનભાઈ ઠક્કરારની પુત્રીના લગ્નમાં દુલ્હન બનેલ દીકરીના લગ્ન મંડપમાં તેમની નાની બે બહેનોએ જવતલ હોમી ભાઈની ભુમિકા અદા કરી હતી. નવીનભાઈને સંતાનમાં ત્રણ પુત્રી હોય લાડકોડથી ઉછરેલી ત્રણેય બહેનોએ કોઈપણ પ્રસંગે ભાઈની માફક એકબીજાના સુખદુ:ખમાં સાથે રહેવાનાં કોલ આપેલ. મોટી પુત્રી ખ્યાતીનાં લગ્ન શનિવારના યોજાયા હતા.

ત્યારે જવતલ હોમવાનો ગોરબાપાએ સાદ કરતા ખ્યાતીની બંને નાની બહેનો દ્રષ્ટી અને ઋતુએ જવતલ હોમી ભાઈ તરીકેની ફરજ અદા કરી હતી. તાલાલા લોહાણા મહાજનના યોગેશભાઈ ઉનડકટ, મુકેશભાઈ તન્ના, દિપકભાઈ માંડવીયા સહિત સગા સ્નેહીઓએ વર્તમાન યુગમાં પુત્ર-પુત્રી એક સમાન ગણાવી બંને દિકરીઓને આર્શાવીદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...