કામગીરી:તાલાલામાં રડતી જતી યુવતીને પોલીસ મથકે લવાઈ ને પરિવાર સાથે મિલન થયું

તાલાલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી કોઈ કારણસર કહ્યાં વગર નિકળી ગઈ હતી
  • જસદણના વીંછીયાની હોવાનું બહાર આવતા તપાસ આદરી

તાલાલા પોલીસ મથકના પીએસઆઈ આર.એચ મારૂ, જીજ્ઞેશગીરી, મનોજગીરી, લખમણભાઈ ચાવડા, સોહીલશા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એક યુવતી રડતી રડતી જતી હોય અને સ્ટાફે સાંત્વના આપી પોલીસ મથકે લઈ આવવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવતા તેમનું નામ કમિશબેન રાજુભાઈ શિંગાળા રહે.વીંછીયા, જસદણ હોવાનું કહ્યું હતું અને અહીંયા આવવાનું કારણ પૂછતાં તેમને કહ્યું હતું કે તેમની બહેન સાથે ઘરેથી અહીં પહોંચી ગઈ હતી. જેથી પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો અને કોઈ કારણસર ઘેરેથી કોઈ ને કહ્યા વિના નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...