ખેડૂતોમાં રોષ:તાલાલા પંથકમાં યુરીયા અને ડીએપી ખાતરની અછતથી ધરતીપુત્રોમાં રોષ

તાલાલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળુ વાવેતર એક માસથી પૂરજોશમાં હોય જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ

તાલાલા પંથકમાં છેલ્લા એક માસથી ખેતીના વાવેતરમાં જરૂરી ખાતરની અછત થવા લાગતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિયાળુ વાવેતર શરૂ થઈ ચૂક્યુ હોય પાયાના ખાતરો ઉપરાંત યુરીયા ખાતરનો જથ્થો સમયસર આવતો ન હોય ડિલરો સાથે ખેડૂતોને હાલાકી પડી રહી છે.તાલાલા પંથકમાં દિવાળી બાદ શિયાળુ વાવેતરનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે. ઘઉં, ડુંગળી, લસણ, ચણા, ધાણા સહિત શાકભાજીનું વાવેતર ખેડૂતો કરી રહ્યાં છે.

પાકના વાવેતરમાં બિયારણ સાથે જરૂરી પાયાનાં ખાતરો ડીએપી અને એનપીની અછતનો વર્તાતી હતી. એ યુરીયા ખાતરનો જથ્થો પણ સમયસર આવતો ન હોવાથી ખેડૂતો ખાતર મેળવવા ધક્કા ખાઈ રહ્યાં છે. તાલાલામાં ખાતરોનું વેંચાણ કરતા ડિલરો પણ સમયસર ખાતરનો જથ્થો આવતો ન હોવાથી પરેશાન છે. પંથકમાં ખાતરનો પુરતો જથ્થો સમયસર ઉપલબ્ધ કરાવવા ખેડૂતોમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...