જૂનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડા, ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ જેવા કાર્યક્રમો યોજી માર્ગદર્શન પુરૂ પાડવા કરાયેલ હૂકમને લઈ તાલાલા પોલીસ સ્ટેશનનાં પો.સ.ઈ. આર.એચ.મારૂ, એએસઆઈ જે.એ.ગોસ્વામી, પો.કો.લખમણભાઈ ચાવડા, વુમન પોલીસ કોન્સ. પિન્ટુબેન ગોહિલ, દિપાબેન ઝાલા દ્વારા તાલાલા નગર પાલિકા હાઈસ્કુલ ખાતે ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ધો-9 થી 12નાં આશરે 400 છાત્રોને અજાણ્યા કે જાણીતા વ્યક્તિ કોઈ એવી જગ્યાએ સ્પર્શ કરે તો તેની જાણ માતા-પિતા કે વર્ગ શિક્ષકને કરવી, કોઈ ચીજ-વસ્તુ આપી લલચાવી- ફોસલાવી પોતાની સાથે બોલાવે તો જવું નહી, બળજબરી પૂર્વક પોતાની સાથે લઈ જાય તો જોર જોરથી ચીસો, બુમો પાડવી વગેરે બાબતોનું જરૂરી માર્ગદર્શન અપાયું હતું. તેમજ ચિલ્ડ્રન હેલ્પ લાઈન નં.1098 યાદ રાખી તેના પર ફોન કરી જણાવવા જણાવાયું હતું. } તસ્વીર. જીતેન્દ્ર માંડવીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.