કાર્યવાહી:તાલાલામાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ચાર ઝડપાયા

તાલાલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોબારા રિસોર્ટ નામના ફાર્મ હાઉસમાં પોલીસે કરી રેઇડ,56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

તાલાલામાં રહેતાં મુકેશ કલ્યાણભાઈ સાવલીયા પોતાની માલિકીના હોબારા ફાર્મ હાઉસમાં કેફી પીણાંની મહેફિલ માણવાની સગવડ પુરી પાડતો હોય અને અહીંયા દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ પીએસઆઈ પી.જે બાંટવા, જોરસંગભાઈ પરમાર,ગોપાલભાઈ મકવાણા,ભગવતસિંહ ડોડીયા, કલ્પેશભાઈ વાઢેર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

મુકેશ કલ્યાણભાઈ સાવલીયા,મિતેષ કરશનભાઈ ગજેરા,સિધ્ધાત જગદીશભાઈ અઘેરા,જતીન હિંમતભાઈ ભંડેરીને દારૂની મહેફિલ માણતા ઝડપી લીધા હતા.અને 3 બોટલ દારૂ સહિત રૂ.56,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુ તપાસ પો.હે.કો જે.ડી પરમાર ચલાવી રહ્યાં છે.

ફાર્મ હાઉસોમાં દારૂ સહિતના દુષણો વધ્યા
તાલાલા,સાસણ સહિતના ગામડાઓમાં અને કાયદેસર,બિન કાયદેસર ફાર્મ હાઉસ ચાલી રહ્યાં છે.હાલ વેકેશનની સીઝન હોય પ્રવાસીઓ પણ આવતાં હોય ત્યારે જ દારૂ સહિતના દુષણો વધ્યાં છે.જેથી કાર્યવાહી કરવી પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...