હેરાનગતિ:કલેકટર ગૌશાળાને ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપો, તાલાલા SBIમાં 8 દિ’થી ધક્કા ખવડાવાય છે : સંચાલકો

તાલાલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરપુર ગૌશાળા નોંધાયેલી છે છતાં હેરાનગતિ થતી હોય નારાજગી વ્યકત કરી

તાલાલામાં બસ સ્ટેશન પાસે આવેલ એસબીઆઈ બ્રાન્ચનાં મેનેજર અને સ્ટાફ કલેકટરનાં પરીપત્રને અવગણી ગૌશાળાના સંચાલકોને સામાન્ય કામ માટે ધક્કા ખવડાવતા હોય રોષ જોવા મળી રહ્યો છે. તાલાલાનાં વિરપુર ગીરની ગૌશાળા સરકારનાં નિર્દેષ મુજબ નોંધાયેલી છે સંચાલકો ગૌપ્રેમીઓની સહાયથી ગાયનો નિભાવ કરે છે.

તાજેતરમાં સરકારે ગાયોના નિભાવ માટે આર્થિક સહાય આપવાનું ઠરાવ્યું છે. અને નિયમ મુજબ જે ગૌશાળા નોંધાયેલી હોય તેને ઝીરો બેલેન્સથી ખાતુ ખોલી આપવા કલેકટરે હૂકમ કરેલ હોય જેથી સંચાલકો એસબીઆઈ બ્રાન્ચ પર જાય છે. પરંતુ છેલ્લા 8 દિવસથી યેનકેન પ્રકારને ધક્કા ખવડાવાય છે. જેથી ગૌપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...