વહેલાસર મોર ફૂટવાની આશા:ગીરની આંબાવાડીઓમાં કેરીના મોરનાં વધામણાં

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે સારા વરસાદથી આંબાઓમાં કોળામણ વધુ, નાની ખાખડી પણ જોવા મળી

ગીરપંથકમાં પથરાયેલ કેસર કેરીની આંબાવાડીઓમાં કેરીનાં મોરનાં વધામણા જોવા મળતા ખેડૂતોમાં વહેલાસર મોર ફૂટવાની આશા બંધાઈ છે. પાછતરા વધુ વરસાદથી આંબાઓમાં કોરામણ (નવાપાન) આવવાનું શરૂ થયું હોય મોરની ફૂટ ડિસેમ્બરથી શરૂ થવાની સંભાવના વચ્ચે વધામણા જોવા મળ્યા છે.

તાલાલા સહિત ગીર વિસ્તારમાં કેરીનાં આંબાઓમાં નવેમ્બરથી ઠંડીની શરૂઆત થતા આંબામાં મોર ફૂટવા લાગે છે. પરંતુ પાછતરા વરસાદથી આંબાવાડીઓમાં ભેજ વધતા કોરામણ (નવાપાન) આંબાઓમાં દેખાવા લાગ્યા છે. ત્યારે બાબરીયા વિસ્તારનાં ખેડૂતો મીતેશભાઈ ઠુમ્મરનાં બગીચામાં ઓગસ્ટ- સપ્ટેમ્બર માસમાં મોર આવતા ફલાવરીંગ થઈ ગયું છે. અને નાની ખાખડીઓ બંધાઈ છે. જામવાળા નજીક આવેલ જયેશભાઈ હિરપરાના આંબાવાડીમાં પણ મોરના વધામણા જોવા મળેલ છે.

ગીર વિસ્તારનાં ઘણા ગામોની જમીન ઉતાવળી જમીન તરિકે ઓળખાય છે. તેવા વિસ્તારોમાં વધામણા જોવા મળી રહ્યા છે. જ્યારે સીતેર ટકાથી વધુ આંબાવાડીઓમાં હજુ નવા પાન આવવાનું શરૂ થયું છે. તે બગીચાઓમાં ફૂટ મોડી શરૂ થશે.

કૃષિ તજજ્ઞોની સલાહથી ફાયદો
તાલાલામાં કેસર કેરીની બાગાયતી ખેતીમાં પરંપરાગત ખેતી ઉપરાંત કરવામાં આવતા નવીનત્તમ પ્રયોગ પણ ખેડૂતોને ઉપયોગી થતા હોય છે. ખેડૂત જયેશભાઈ હિરપરા ખેડૂતની સાથે કૃષિ તજજ્ઞ તરિકે એક કંપનીમાં આઉટફિલ્ડનું કામ સંભાળે છે. એક અેગ્રોના સંચાલક ઉપેનભાઈ કાનાબાર સાથે જુલાઈ માસમાં આંબાને આપવાની દવા, ખાતરની વિચારણા કરી પ્રયોગ કરતા આંબાવાડીઓમાં મોરની ફૂટ વહેલી જોવા મળી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...