તાલાલા પંથકમાં કેરીની સીઝન હાલ આખરી તબક્કામાં પહોંચી છે.26 એપ્રિલથી અત્યાર સુધીમાં 4 લાખ 80 હજાર બોક્સની આવક થઈ છે.તાલાલા પંથકમાં કેસરકેરીની સીઝન ભીમઅગ િયારસ બાદ આખરી તબક્કામાં હોય છે.
યાર્ડના સેક્રેટરી હરસુ ખભાઈ જારસા ણીયાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં 4 લાખ 80 હજાર 10 કી. ગ્રાના બોક્સની આવક થઈ ચૂકી છે.સીઝન હજુ 5 થી 7 દિવસ ચાલશે. કેરીની ખરીદી માટે પલ્પ,આઈ સ્ક્રીમ બનાવતી કંપનીઓ દ્રારા કેરીની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે.જેમાં નાના ફળ વાળો માલ પણ 450 થી 500 રૂપિયા બોક્સ સુધી વેંચાણ થતા કેરી ઉત્પાદકોમાં પણ રાહત પ્રસરી છે.કેનિગ પ્લાન્ટો દ્રારા તાલાલા યાર્ડમાંથી 150 થી વધુ ગાડી કેરીની ખરીદી કરવામાં આવી છે.હાલ આ કેસર કેરી ફૂલ પાક પર હોય નાની-મોટી કેરી ફરજીયાત ઉતારવી પડી રહી છે.
બોક્સ:ગત વર્ષ કરતા 2.50 લાખ બોક્સ ઓછા યાર્ડમાં ગત વર્ષે આશરે સાડા સાત લાખ બોક્સ કેરી વેંચાણ અર્થે આવી હતી.ગત વર્ષે આવેલા વાવાઝોડા થી કેરીનો 30 ટકા પાક નાશ પામ્યો હોય છતાં આવક સાડા સાત લાખ બોક્સ સુધી પહોંચે લ.ચાલુ વર્ષે કમોસમી વરસાદ થી પણ ભારે નુકસાન થયું હતું તે કેરીની આવક પરથી જોવા મળે છે.સર્વે કરી કેરી ઉત્પાદકોને વળતર ચુકવવામાં આવે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.