91-તાલાલા વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખીયા જંગમાં ભારે ઉત્તેજના વચ્ચે આજે શરૂ થયેલી મત ગણતરીમાં ભાજપે તાલાલા તાલુકાનાં દેવળીયાનાં પ્રથમ ક્રમનાં બુથ અને રાઉન્ડથી લીડ મેળવવાનું શરૂ કરેલ જે અંત સુધી લીડ વધારે રાખતા ચૂંટણી જંગમાં ભાજપનાં ઉમેદવાર ભગવાનભાઈ બારડનો 20991 મતથી વિજય થયો હતો.
તાલાલા બેઠકની ખાસીયત એ છે કે, કોઈ ધારાસભ્ય સતત બીજીવાર ચૂંટાઈ નથી શકતા 2017માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા ભગવાનભાઈ બારડ 2022માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ અને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી સતત બીજીવાર નહીં જીતવાનું મેણું ભાંગી નાંખ્યું હતું.
ભાજપનાં નિકળેલા વિજય સરઘસમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા કેસરીયો માહોલ છવાઈ ગયો હતો. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તાલાલા- સુત્રાપાડા તાલુકાનાં મતદારો પ્રત્યે સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જો કે, ભાજપનાં ભગવાનભાઈ બારડને તાલાલા તાલુકામાંથી 8 હજાર અને સુત્રાપાડા તાલુકામાંથી 13 હજાર મતની લીડ મળતા એકવીસ હજાર મતની લીડથી તાલાલા બેઠક જીતવામાં સફળતા મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.