તાલાલાના ઘુસીયા ખાતે આવેલ ગીર-સોમનાથના સૌથી વિશાળ શૈક્ષણિક સંકુલ ડી.એમ. બારડમાં વાર્ષીકોત્સવ ઉજવાયો હતો. જેમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસ્થાના સ્થાપકો ધાનાબાપા અને જશુભાઈએ ગુજરાતના છેવાડાના જિલ્લામાં શિક્ષણના સ્તરને ઉચ્ચુ લઈ આવવા દર્શાવેલી દુરદેશી ખુબ સફળ બની નજરે પડી રહી છે.
પોતે ઉત્તર ગુજરાતથી આવે છે. જ્યાં ગાયકવાડ સરકારનો મુખ્ય અભિગમ હતો કે, પાણી માટે તળાવ અને ફરજીયાત શિક્ષણ એ પ્રકારે ધાનાબાપાએ 40 વર્ષ પહેલા સ્થાપેલ બીજ જશુભાઈ જેવા દુરદેશી વ્યક્તિત્વને લઈ બાળકોના શિક્ષણ માટે વટવૃક્ષ બન્યું હોય ગાયકવાડ સરકાર જેવી સમાજલક્ષી ખેવના સમાજ માટે ઉપયોગી બની રહી છે.
આ વાર્ષિકોત્સવમાં કેબીનેટ મંત્રી ઋષીકેશ પટેલ ઉપરાંત વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણ બોર્ડના સભ્યો, નરસિંહ મહેતા યુનિ.ના કુલપતી, શિક્ષણવિદો, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, અંજારના ધારાસભ્ય ત્રિક્રમભાઈ સાંગા, હેંમતભાઈ ખવા, ઉદયભાઈ કાંગડ, કે.સી.રાઠોડ, ગોવિંદભાઈ પરમાર, જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, ડે.કલેકટર લીંબાશીયા, ડીઈઓ ડોડીયા, ના. વનસંરક્ષક ડોક્ટર મોહન રામ રહિતના ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને સંકુલના નિયામક શૈલેષભાઈ જશુભાઈ બારડે મહેમાનોનું સ્વાગત કર્યંુ હતુ.
તેમજ ધાનાબાપા બારડ પરિવારના કાળાભાઈ બારડ, ગોવિંદભાઈ બારડ, રામભાઈ બારડ, પુત્રૌ વીજુભાઈ બારડ, હિરેનભાઈ બારડ, તેજશભાઈ બારડ સાથે ગ.સ્વ. રમાબેન જશુભાઈ બારડને પરિવારની મહિલાઓએ ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપી અભિવાદન ઝીલ્યું હતું.
આ કાર્યક્રમમાં છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમજ મંત્રી મુળુભાઈ બેરાએ ધાનાબાપા અને જશુભાઈની સમાજલક્ષી કામગીરીને યાદ કરી વર્તમાન સ્થિતીમાં ભગવાનભાઈ બારડ, શૈલેષભાઈ બારડ સાથે હિરેનભાઈ બારડની કાર્યશૈલીને બિરદાવી હતી. આ વાર્ષીકોત્સવમાં સંકુલ સલંગ્ન સંસ્થાનો તમામ સ્ટાફ જોડાયો હતો.
પદ્મશ્રી હિરબાઈબેન લોબીનું સન્માન કરાયું
જાંબુરના પદ્મશ્રી હિરબાઈબેન લોબી તેમજ ઉમરેઠી ગામના વતની અને કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત સંસ્થાના નિવૃત્ત કર્મીઓને પણ સન્માનીત કરાયા હતા. તેમજ સંસ્થાનો ઉછેર કરનાર સ્વ. જશુભાઈ બારડની વિડીયો ક્લીપની રીલ દર્શાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.