લોકાર્પણ:ગીર જંગલના 21 નેસના માલધારી પરિવારો માટે એમ્બ્યુલન્સ ફાળવાઈ

તાલાલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસણ, મેંદપરામાં 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ગીર જંગલમાં વસવાટ કરતા માલધારી પરિવારોની આરોગ્ય સેવા માટે સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ગ્રાંટમાંથી અતિ આધુનિક એમ્બ્યુલન્સ સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે અર્પણ કરાઈ હતી.અને વનવિભાગના ઉચ્ચઅધિકારીઓ હાજર રહ્યાં હતાં.

મેડિકલ ઓફિસર ડો.હિરેન કારેલીયાએ કહ્યું હતું કે સાસણ આરોગ્ય કેન્દ્ર પાસે રહેલ એમ્બ્યુલન્સ જૂની થઈ જતા દરખાસ્ત કરાઈ હતી.અને આરોગ્ય વિભાગ,રાજ્યસભાના સાંસદ ના સંકલન થી સાંસદ પરિમલભાઈ નથવાણીએ ગ્રાંટ ફાળવી હતી.આ એમ્બ્યુલન્સ ઓક્સિજન,મેડિકલ સાધનો થી સજ્જ છે.18 લાખથી વધુના ખર્ચે તૈયાર થઈ છે.

જે સાસણ ઉપરાંત ગીર જંગલના 21 નેસના માલધારી પરિવારની આરોગ્ય સેવા સુદૃઢ થશે.આ લોકાર્પણ પ્રસંગે ડી.સી.એફ ડો.મોહન રામ, સાસણના પૂર્વ સરપંચ જુમાભાઈ કટીયા, લખમણભાઈ ધોકીયા સહિતના હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...