અકસ્માત:તાલાલા-ઊના સ્ટેટ હાઇવે પર વૃક્ષ ધરાશાયી, ડાયવર્ઝનમાં બસ ફસાઈ

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલાલા થી ઉના તરફ જતા સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતો સર્જાવાનું અવીરત ચાલુ છે ત્યારે આજે સવારે રોડ ઉપર પીપળનું તોતીંગ વૃક્ષ ધરાશાયી થતા બે કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો વાહન વ્યવહાર ચાલુ કરવા જે.સી.બી ની મદદ થી ડાયવર્ઝન કાઢ્યો તો આકોલવાડી -જામનગર રૂટ ની એસ.ટી. બસ ડાઈવર્ઝન ન માં ખુપી જતા પાંચ કલાક ની મહેનત બાદ બસ બહાર નીકળી શકી હતી. તાલાલા - માધુપુર વચ્ચેનો સાત કી.મી નો માર્ગ અકસ્માત ઝોન બન્યો હોય છેલ્લા બાર દિવસમાં વીસ થી વધુ નાના - મોટા અકસ્માતો સર્જાયા છે.

આજે નાગ બાપા ની બોરડી આગળ મોટુ વૃક્ષ રોડ ઉપર પડતા વાહન વ્યવહાર બંધ થઈ ગયેલ બે કલાક રસ્તો બંધ રાખ્યા બાદ જે.સી. બી. થી ડાઈવર્ઝન કાઢ્યો તે કાચા રસ્તા ઉપરથી નીકળેલ આકોલવાડી - જામનગર એસ.ટી. બસના બધા ટાયરો જામીનમા ખુપી જતા બસ ફસાઈ જતા મુસાફરો માં હોબાળો મચી ગયો હતો મુસાફરો ને સલામત બહાર કાઢવા બાદ પાંચ કલાક થી ભારે મથામણ પછી બસ ડાઈવર્ઝન માથી બહાર નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...