કડવા પાટીદાર સમાજમાં રોષ:વિરપુર (ગીર) ના શિક્ષક ઉપર રાજકીય વગથી પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધાયો

તાલાલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા-માળીયા-વેરાવળ તાલુકાના 30 ગામો માંથી વ સમાજના અગ્રણીઓ-યુવાનો સંમેલનમાં ઉમટ્યા,કલમો હટાવો

તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામના કડવા પાટીદાર સમાજના સામાજીક અગ્રણી અને માથાસુરીયા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભરતભાઈ જારસાણીયા સામેની ફરીયાદ અને પાછળથી લગાવેલ પોસ્કો ની કલમ રાજકીય કિન્નાખોરી થી લગાવવામાં આવતા તાલાલા તથા આજુબાજુના તાલુકાના કડવા પાટીદાર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

પોલીસનો કથિત ઉપયોગ કરી લગાડવામાં આવેલી કલમ દૂર કરવાની માંગ સાથે વિશાળ સંમેલન મળ્યું હતું.જેમાં તાલાલા,માળીયા,વેરાવળ તાલુકાના 30 ગામોમાંથી યુવાનો,આગેવાનો હાજર રહ્યાં હતાં. અને સરકારને સામુહિક રજૂઆત કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.

આ સંમેલનમાં શ અરવિંદભાઈ લાડાણી કેશોદના માજી ધારાસભ્ય,ઠાકરશીભાઈ જાવિયા જિલ્લા ભાજપ પ્રમુખ-જુનાગઢ,જયેશભાઈ લાડાણીપી.વી.એમ.પ્રમુખ કેશોદ, નરસી બાપા મકવાણાતાલાલા તાલુકા પાટીદાર સમાજના વરિષ્ઠ અગ્રણી,ડો.સુરેશભાઈ માખણસા સોમનાથ વિસ્તાર પાટીદાર સમાજ અગ્રણી, મગનભાઈ લાડાણીમાળીયા હાટીના તાલુકા સમાજ અગ્રણી, છગનભાઇ કણસાગરા તાલાલા તાલુકા પાટીદાર સમાજ અગ્રણી,ઘનશ્યામભાઈ ખાનપરાતાલાલા માર્કેટિંગ યાર્ડ-વાઇસ ચેરમેન,રવજીભાઈ કણસાગરાપૂર્વ કડવા પાટીદાર સમાજ પ્રમુખ, હરસુખભાઈ જારસાણીયાવિરપુર ગીર, વિજયભાઇ કનેરીયા તેમજ હરસુખભાઇ ભાલોડીયા ઉપરાંત તાલાલા-માળીયા-વેરાવળ તાલુકામાંથી 1200 અગ્રણીઓ-યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...