રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો:ગલીયાવડમાં દિપડો ઘુસ્યો, વાછરડા ઉપર હૂમલો કર્યો

તાલાલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી, પાંજરુ ગોઠવ્યું હતું

તાલાલાનાં ગલીયાવડ (ગીર) ગામમાં રહેણાંક વિસ્તારમાં પહોંચી દિપડા દુધાળા માલઢોરનો શિકાર કરવા લાગતા લોકોમાં હિંસક પ્રાણીઓનો ભય વ્યાપી ગયો છે. દિપડાની રંજાડની જાણ કરતા વનવિભાગે દિપડાને પકડવા પાંજરુ ગોઠવ્યું છે.

આ અંગેની મળતી વિગત મુજબ તાલાલા પંથકનાં ગલીયાવડ (ગીર) ગામમાં રામમંદિર પાસે આવેલ જેન્તીલાલ ઉર્ફે બટુકભાઈ માંડવીયાની માલિકીના મકાનમાં પાડોશી માલઢોર બાંધવાનો ઉપયોગ કરતા હોય મુસાભાઈ સોઢા પોતાના બળદ- ગાયને ત્યાં રાખતા હોય બે દિવસ પહેલા વાડી વિસ્તારમાંથી આવેલ દિપડાએ મકાનના ફળિયામાં નાના વાછરડાનો શિકાર કરેલ. ગતરાત્રે દિપડો ફરી ત્રાટકેલ અને મોટા વાછરડા ઉપર હૂમલો કરી વાછરડાને ઈજા કરેલ. ગામમાં રહેણાંક વિસ્તારમાં દિપડો પહોંચી જતા મકાન માલિકનાં પુત્ર જીતુભાઈએ તાલાલા રેન્જ કચેરીને જાણ કરતા દિપડાની રંજાડ નિવારવા દિપડાના સગડ શોધી પાંજરુ મુકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...