ધરપકડ:જશાપુર ગામે ખેડૂતની મોટર-પંપ ચોરનાર 2 શખ્સ ઝડપાયા

તાલાલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ માંગતા રજૂ ન કર્યાને ભાંડો ફૂટ્યો, કાર્યવાહી શરૂ

તાલાલા પોલીસ સ્ટાફ મોરૂકા ગામ પાસે પેટ્રોલિંગ કરી રહ્યોં હતો ત્યારે બાચકા લઈને નીકળેલ મનુ ઉર્ફે મનકો બારૈયા રહે.જશાપુર અને ભાવેશ અગ્રાવત રહે. જશાપુર વાળાને અટકાવી તપાસ કરતા દવા છટકાવનો પંપ તેમજ ઈલેક્ટ્રીક મોટર મળી આવતાં પોલીસે બિલ માંગ્યા હતા જે રજૂ ન કરી શકતા પૂછપરછ શરૂ કરી હતી અને કાંતિભાઈ ઠુમ્મરની વાડીએ થી સાધનોની ચોરી કર્યાનું બહાર આવતાં પોલીસે 22 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.ખેતસાધનોની ચોરીના બનાવો વધી રહ્યાં હોય પોલીસ પેટ્રોલિંગ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.}

અન્ય સમાચારો પણ છે...