કાર્યવાહી:તાલાલાના ધાવામાં ધૈર્યાની હત્યાના બનાવમાં વધુ 2 ઝબ્બે

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાં ધાવા ગામે વળગાડની શંકાથી ધૈર્યાની હત્યા કરાયાનો બનાવ બન્યો હતો. અને આ કેસમાં પહેલા ભાવેશ ગોપાલ અકબરી, દિલીપ ગોપાલ અકબરીની પોલીસે અટક કરી હતી. જેના 11 દિવસ પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર થતા હાલ બંને કસ્ટડીમાં છે.

પોલીસ પૂછપરછ દરમિયાન ગોપાલ જેરામ અકબરી રહે. ધાવાએ પુરાવાનો નાસ કરવામાં તેમજ અન્ય રીતે આરોપીઓને મદદ કરી હોવાનું તેમજ અર્શનાબેન ઉર્ફે જ્યોતિ જેનીસભાઈ ઠુંમર રહે. કેશોદ ગુનો કરવામાં દુષ પ્રેરણ કરી મદદગારી કરેલ હોવાનું બહાર આવતા પોલીસે આ બંનેની અટક કરી હતી. અત્રે નોંધનીય એ છે કે, આ બનાવમાં તાંત્રિક કોણ છે ? ત્યાં સુધી પોલીસ પહોંચી શકી નથી. તો પોલીસની ઢીલી નિતી છે કે શું ? એવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...