ગૌપ્રેમીઓમાં શોક:તાલાલાનાં ગુંદરણ ગામે 2 ગાય, 1 બળદનું લમ્પી વાયરસથી મોત

તાલાલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલાલા તાલુકાનાં ગુંદરણ (ગીર) ગામમાં બે ગાય અને એક બળદનું લમ્પી વાયરસથી મોત થતા ગૌપ્રેમીઓમાં શોક પ્રસરી ગયો છે. ગામની ગૌમાતાઓની સંભાળ રાખતા સેવાભાવી યુવાનોએ ગૌમાતાના મૃતદેહ રઝળે નહી એ માટે જમીનમાં મોટા ખાડા કરાવી વિધીવત રીતે સમાધી આપવામાં આવી હતી.ગુંદરણ(ગીર) ગામનાં દુધાળા ઢોર સહિત ત્રીસથી વધુ પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી રહી હોય ગામનાં ગૌપાલક સેવાભાવી યુવાનો ગૌમાતાઓને વાયરસથી બચાવવા રાત-દિવસ ઉપચાર, ખોરાક, પાણી સહિતની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

યોગ્ય ઉપચાર છતાં બે ગાય અને એક બળદનું વાયરસની અસરથી મોત થતા મૃત શરીરને લઈ વધુ વાયરસ ન પ્રસરે તે માટે ગૌસેવાનું કરતા યુવાનોએ ખાડા ખોદાવી ગોમાતાનું પૂજન કરી વિધીવત સમાધી આપી હતી. ગુંદરણ (ગીર)ના ગૌપ્રેમી યુવાનો હિત પટાટ, ભદો ભાદરકા, અરજણ વાઢેર, મહેશ બારડ, મુકેશ બારડ, પરેશ સોલંકી, સરમણ રામ, જીવાભાઈ પંપાણીયા, ભરત કુલદીપ પટાટ, કેતન વાળા, પુંજાભાઈ બેરા સહિતના યુવાનો અને ગ્રામજનોની મદદથી વાયરસના કહેર સામે ગૌમાતાની સેવા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...