દારૂ:તાલાલામાં વાહનમાં ચોરખાનું બનાવી 192 બોટલ દારૂ છુપાવ્યો'તો : 2 ઝબ્બે

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી'તી, મુદ્દામાલ કબ્જે કરાયો
  • ​​​​​​​વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

તાલાલા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વાહનમાં લઇ જવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,તાલાલા ગામના રફીક દાદુભાઈ પરમારે વિદેશીદારૂનો જથ્થો એક વાહમમાં ચોરખાનું બનાવી તેમાં ભર્યો હતો અને આ વાહન તેમનો મિત્ર ધીરૂ નારણભાઈ ડાભી ઘાટવડ તરફથી રાતીધાર તરફ આવતો હોવાની બાતમીના આધારે પી.એસ.આઈ આર.એચ મારૂ,પી.આર મારૂ,જીજ્ઞેશગીરી,રણજીતસિંહ ડોડીયા, હરેશભાઇ ચુડાસમા,કલ્પેશભાઈ વાઢેર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને વાહન અટકાવી તપાસ કરતા 192 બોટલ દારૂ મળી આવ્યો હતો અને પોલીસે ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ ડાભી,કિશોર ધનજીભાઈ સિધ્ધપરા રહે.બન્ને તાલાલાની અટક કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર રફીક દાદુભાઈ પરમારને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને વાહન,મોબાઈલ સહિત રૂ.4,91,900નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.} તસ્વીર. જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...