કામગીરી:સુત્રાપાડા પંથકમાં જમીનના પૃથકકરણ માટે માટીના નમુના લેવામાં આવ્યા

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેબોરેટરીમાં મોકલાયા, ઘટતા તત્વો વિશે ખેડૂતોને જાણકારી મળી રહે છે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફ્લેગશીપ યોજના સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત અને ‘સ્વસ્થ ધરા ખેત હરા’ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોમા ગામદીઠ ખેતરની માટીના 10 નમુના લેવાની કામગીરી ગ્રામસેવક-ખેતી દ્વારા કરવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતો પોતાની જમીનમા રહેલ મુખ્ય અને ગૌણ તત્વોની માત્રા તેમજ કોઈ પણ પાકના વાવેતર પહેલા સેન્દ્રિય અને રાસાયણિક ખાતરની માત્રા જાણવા જમીનનું પૃથક્કરણ ખુબજ જરૂરી હોય છે.

જે માટે રાજય સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ ખેડુતો માટે આશીર્વાદ રૂપ રહે છે. અને ખેડૂતોને જમીનના સ્વાથ્યની જાણકારી મળી રહે છે. અને ગ્રામ સેવક દ્વારા જમીનમાથી માટીના નમુના લેવામાં આવે અને તેને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવે છે. અને ત્યાબાદ રિપોર્ટના આધારે જમીનને કઈ જરૂરિયાત છે. તે મુજબ જણાવવામાં આવે છે. આ કામગીરીના મુખ્ય હેતુની વાત કરીએ તોજમીનમાં કયા તત્વોની જરૂરિયાત છે. તેની ઓળખ થાય અને માહિતી મળે તો ખેડૂતીને આગળ નો પાક વાવવા માટે જે જમીનમાં લાગુ પડતું ખાતરનો ઉપયોગ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...