આયોજન:ધામળેજ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, જલયાત્રા તથા નગરયાત્રા નીકળશે

ધામળેજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું : તૈયારીઓને આખરી ઓપ

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું છે. જેમાં સમસ્ત ગામ અને બંદર દ્વારા શીતળામાતાજી, રાંદલ માતા, ગણપતિ દાદા, શ્રી ગંગા મૈયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.જેમાં ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

આ કાર્યક્રમની રૂપરેખા માં પ્રથમ દિવસ 4 જૂને સોમવારે દેહ શુદ્ધિ, પાગક્ષિત, જલયાત્રા મૂર્તિઓની નગરયાત્રા, સ્થાપિત દેવપૂજન પ્રાધાન્ય પૂજન ગ્રહશાંતિ જલધિવાસ સાયપુજન,પૂજા- આરતી, અને રાત્રીના લોકટપા અને બીજા દિવસે મંગળવારે સૂર્યોદય મંડપ પ્રવેશ, સ્થાપિત દેવપૂજન મૂર્તિઓની કૌતુક સૂત્રબંધન મૂર્તિ સ્થાપન, પ્રાસાદ સ્થાપન, મૂર્તિ ન્યાય ધાન્ય પુષ્પ ફલાધિવાસી ઉત્તર તંત્ર શયાધિવાસી, સાયમ આરતી, અને રાત્રીના ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં કલાકારો લખન રાવળ, મેરામણ ગઢવી, કોમલ બેન રાઠોડ, મનિષાબેન ભાલીયા ભજન,લોકસાહિત્ય રજૂ કરશે.

અંતિમ દિવસે બુધવારે મંડપ પ્રવેશ દેવપૂજન પ્રસાદ વાસ્તુ પ્રતિષ્ઠા હોમ શાંતિ‌ પૌષ્ટિક હોમ કુટીરહોમ દેવ નિધિ સહિત નિજ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા,ધ્વજારોહણ, સહિતના કાર્યક્રમ યોજાશે.6 જૂને બપોરે 1 થી 3 મહાપ્રસાદ નું આયોજન કરાયું છે.આ ધાર્મિક કાર્યક્રમોમાં શાસ્ત્રી ધીરુભાઈ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...