સુત્રાપાડા પંથકમાં માલસામાનનાં પરિવહન માટે છકડો રીક્ષાનો ઉપયોગ વધુ થતો હોય છે. જો કે, છકડો રીક્ષાના સાયલેશન જમીન તરફ રાખવામાં આવતા હોય જેના કારણે ધ્વનિ પ્રદુષણની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય જેથી સુત્રાપાડાનાં એડવોકેટ ભરતભાઈ ઝાલાએ ગીર-સોમનાથ એસપી, સુત્રાપાડા મામલતદાર પી.બી. કરગઠીયાને રજૂઆત કરી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવી આવા સાયલેશન જે છકડો રીક્ષામાં છે. તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. } તસવીર - વી.ડી.બારડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.