કારડીયા રાજપૂત સમાજનો સમુહ લગ્નોત્સવ:કારડીયા રાજપૂત સમાજનો 11મો સમુહ લગ્નોત્સવ, કુરિવાજનો તિલાંજલી આપવા સંકલ્પ લેવામાં આવશે

સુત્રાપાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તૈયારીના ભાગ રૂપે આગેવાનોની બેઠક મળી, વસંત પંચમીના ધંધા-રોજગાર બંધ રાખશે

કારડીયા રાજપુત સમાજ દ્વારા વસંત પંચમીના દિવસે 11માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. કારડીયા રાજપુત સમાજ સુત્રાપાડા સમુહ લગ્ન સમિતી દ્વારા અખિલ કારડીયા રાજપુત સમાજના પ્રમુખ જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. અને આગામી 26 જાન્યુઆરી, વસંતપંચમીના દિવસે યોજાનાર સમુહ લગ્નોત્સવની તૈયારીઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે આ સમુહ લગ્નોત્સવમાં વર કે કેન્યા પક્ષના પરિવારે કંકોત્રી કે કાર્ડ ન છપાવવાનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત સમાજનાં દરેક લોકો ધંધારોજગાર બંધ રાખી આ પ્રસંગમાં જોડાશે અને 15 હજાર લોકોનો જમણવાર પણ યોજાશે. સવારે 6 વાગ્યે જાન આગમન અને બપોર સુધીમાં તમામ જાનને વિદાય કરાશે. તેમજ કારડીયા રાજપુત સમાજ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન, સમાજમાં રહેલ કુરિવાજોને તિલાંજલી આપવા જેવા સામાજિક કાર્યોના સંકલ્પ પણ કરાશે. આ સમુહ લગ્નોત્સવમાં જોડાવા માટે 16 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નામ નોંધણી કરાવવા જણાવાયું છે. તસ્વીર. વી.ડી.બારડ

અન્ય સમાચારો પણ છે...