ભાસ્કર એક્સકલૂઝિવ:સુત્રાપાડાના દરિયામાં મતદાનના દિવસે ફિશીંગની કામગીરી બંધ

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 હજારનું મતદાન, 400થી વધુ બોટના 2 હજાર માછીમારોને સાદ પાડી બોલાવી લેવાય છે

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે જ ચૂંટણી પંચ દ્વારા પણ મતદાનની ટકાવારીમાં વધારો થાય એ માટે અનેક મતદાન જાગૃતી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જ માછીમારોની વાત કરીએ તો સુત્રાપાડા બંદર પણ આશરે 5 હજારનું મતદાન છે. જો કે, દરેક ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઉંચી રહે છે.

ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઉંચી રહે
અહીં આશરે નાની-મોટી 400 બોટ છે. જેમાં એક બોટ દીઠ 6 વ્યકિત માછીમારી કરવા માટે જતા હોય છે. અને આ માછીમારો મતદાનથી વંચીત ન રહે એ માટે સમાજના પટેલો દ્વારા ચૂંટણી પહેલા જ સાદ પાડી મતદાનના દિવસે ફિશીંગ કરવા ન જવાનું કહેવાય છે. આ દિવસે જે માછીમારો દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હોય તે બંદર પર આવી પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...