સુત્રાપાડા પંથકનાં ગાંગેથા નજીક ઘાંટવડ રોડ પર ચાલુ કારે અચાનક આગ લાગી હતી. સદનસીબે ચાલકનો બચાવ થયો હતો. જાણવા મળતી વિગત મુજબ વેરાવળ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી જેન્તીભાઈ વાઝા ગીરગઢડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ કારમાં બ્લાસ્ટ થયો હતો. અને લોકો સ્થળ પર એકઠા થયા હતા. કોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.