વિધાનસભા સંગ્રામ:ભાજપે હોદ્દેદારને ટિકીટ આપી, વિરોધી જૂથને સાચવવા હોદ્દો આપ્યો

સુત્રાપાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે આંતરીક વિખવાદમાં મત ન ગુમાવવા પડે એટલે પૂર્વ મંત્રીના પુત્રને જિલ્લા કાર્યકારી પ્રમુખનો હોદ્દો આપી દીધો

ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમારને સોમનાથ બેઠક પર ટિકીટ મળી છે અને માનસિંગ પરમારના કાકા ગોવિંદભાઈ પરમારના વિરોધી જુથના જશાભાઈ ભાણાભાઈ બારડ નારાજ હોય જેથી તેની નારજગી દૂર કરવા માનસિંગભાઈનો હોદ્દો જશાભાઈના પુત્ર દિલીપ બારડને આપી બંને જુથને સાચવી લીધા છે. બંને જુથ કારડીયા રાજપૂત સમાજના હોય જેના મત સોમનાથ, તાલાલા, કોડીનાર બેઠક પર વધુ છે. જેથી કારડીયા સમાજની નારજગી ભાજપને પરવડે તેમ ન હોય જેથી પ્રદેશ ભાજપે આ નિર્ણય લીધો હોઈ શકે છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની યાદીને લઈ રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અને યાદી તૈયાર કરી હાઈકમાન્ડ પાસે મોકલાઈ હતી. ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે, અમુક જગ્યાએ આંતરીક વિખવાદ જોવા મળી રહ્યો છે.

ત્યારે જ ગીર-સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા અને સોમનાથ વિધાનસભા બેઠક પર ટિકીટ માંગનાર પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ અને તેમના પુત્ર દિલીપભાઈ બારડની ટિકીટ કપાતા રાજકારણ ગરમાયું હતું. જો કે, ભાજપે મામલો થાળે પાડવા ગીર-સોમનાથ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી જશાભાઈ બારડના પુત્ર દિલીપસિંહ બારડની વરણી કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...