હૂમલો:ગ્રા.પં.ની મિટીંગમાં હાજર રહેવા બાબતે ખાનગી કંપનીનાં અધિકારી પર હૂમલો

સુત્રાપાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હરર્ણાસા ગામે ગ્રા.પં.ની મિટિંગમાં ફાઉન્ડેશનના અધિકારીઓને હાજર રહેવા કહેવાયું હતું. જો કે, અધિકારીઓએ કહેલ કે અમારે મિટિંગમાં આવવાનું ન હોય. જે બાબતનું મનદુ:ખ રાખી 4 જૂનનાં સવારે 10:30 વાગ્યે સરપંચના ભાઈ કૌશિક નાઘેરા અને એની સાથે એક અજાણ્યા શખ્સ ફાઉન્ડેશનની ઓફિસમાં જઈ પ્રભાતસિંહ મોરીને મારી નાખવાની ધમકી આપી અને આ બંને ત્યાથી જતાં રહેલ બાદ સાંજે 5:30 વાગ્યે જયારે પ્રભાતસિંહ મોરી અને એમની સાથે અન્ય એક અધિકારી ઓફિસથી કાર લઈ જઈ રહ્યાં હતા.

એ સમયે કંપનીના કાકરી ગેટની સામે કૌશિક નાઘેરા, મિલન રામ નાઘેરા સાથે અન્ય બે શખ્સોએ કાર રોકાવી હુમલો કર્યો હતો. જો કે, સમયસુચકતા દાખવી આ બંનેએ કાર કંપનીની અંદર લઈ જતા જીવ બચી ગયો હતો. અને હુમલો કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સુત્રાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં કૌશિક નાઘેરા, મિલન નાઘેરા, મુકેશ નધુ નાઘેરાની અટક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...