સુત્રાપાડા પંથકનાં પ્રાંચી પીપળા ગામે રહેતા કપિલભાઈનો પુત્ર છેલ્લા ચાર દિવસથી ગુમ હોય જેથી પરિવાર ચિંતીત બન્યો છે. અને આ અંગે પોલીસમાં જાણ કરી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ પ્રાંચીમાં રહેતો કિશનભાઈ ધનેશા ચાર દિવસ પહેલા કાર લઈ રાજકોટ જવા માટે નિકળ્યો હતો.
અને જેતપુર પીઠડીયા ટોલ નાકાથી થોડે દુર કાર રોડથી પંદર ફૂટ નીચે ઉતરેલી જોવા મળી હતી. અને લોકોએ વિરપુર પોલીસને જાણ કરી હતી. જો કે, વિરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કાર ચાલુ હાલતમાં જોવા મળી હતી. તેમજ યુવાનનો મોબાઈલ અને પર્સ મળી આવ્યું હતું. જો કે, યુવાન લાપત્તા થતા પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો. કિશન તાલાલામાં દુકાન પણ ધરાવે છે અને ત્રણ દિવસ પહેલા વેરાવળમાં પણ એક દુકાન શરૂ કરી હતી. તેમજ છાત્રો માટે નિશુલ્ક ક્લાસ પણ ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પોલીસે આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.