આક્રોશ:સુત્રાપાડામાં એસટી સમયસર ન આવતી હોઇ 200 વિદ્યાર્થીઓએ પૈડા થંભાવી દીધા

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ કહ્યું, અમારે ક્યારેક તો ખાનગી વાહનમાં ભાડું ચૂકવી શાળાએ જવું પડે છે

કોડીનાર-વેરાવળ વાયા સુત્રાપાડા રૂટ પર પહેલા ઘણી એસટી બસો ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનેક રૂટ રદ કરી દેવામાં આવ્યા હોય જેથી છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અને નાછૂટકે ખાનગી વાહનોમાં જવુ પડતુ હતું. તેમ છતા શાળાએ સમયસર પહોંચી શકતા ન હતા.

જેથી રોષે ભરાયેલા 200 થી વધુ છાત્રો સવારે 8 વાગ્યે બસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. અને સુત્રોચ્ચાર સાથે બસો થંભાવી દીધી હતી. અને એસટી તંત્ર દ્વારા નિયમીત બસ દોડાવવામાં આવે એવી માંગ કરી હતી. આ ઉપરાંત પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને છાત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

છાત્રોએ ડેપો મેનેજરને રજૂઆત કરી
હોબાળાને લઈ છાત્રોએ ડેપો મેનેજરને પણ રજૂઆત કરી હતી. અને તેમણે કહ્યું હતું કે, તમે આંદોલન સમેટી વેરાવળ એસટી ડેપો પર આવો અહીં તમારી માંગણીઓ પર ચર્ચા કરીશું. જો કે, છાત્રોએ કહ્યું હતું કે તમે સુત્રાપાડા આવો પછી જ બધી બસો જવા દેશું.

ધારાસભ્ય પણ પહોંચ્યા હતા
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સુત્રાપાડામાંથી પસાર થઈ રહ્યા હોય આ ઘટનાની જાણ થતા જ છાત્રો પાસે પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે, તમે મને લેખીતમાં આપો હું આજના દિવસમાં જ આ પ્રશ્ન હલ કરીશ. અને જો હલ નહી થાય તો હું તમારી સાથે આંદોલનમાં ઉતરીશ.

શું કહે છે ડેપો મેનેજર ?
આ અંગે ડેપો મેનેજરે કહ્યું હતું કે, આ અંગેની જાણ થતા બીજા રૂટની બસો કેન્સલ કરી સુત્રાપાડા રૂટ પર અન્ય બસો રવાના કરી દીધી છે. રોજ સમયસર બસ ચાલુ જ છે પરંતુ અમુક સમયે સમયમાં ફેરફાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...