વેરાવળનાં નવાપરા ગામે રહેતો એક શખ્સ કોઈ ગુનામાં સંડાવાયા બાદ છેલ્લા 15 વર્ષથી કોર્ટમાં હાજર ન રહેતો હોય અને જુદા જુદા સ્થળે સાધુનો વેશ ધારણ કરી ફરતા શખ્સને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળનાં નવાપરા ગામે રહેતો રમેશભાઈ ઉર્ફે રમેશગીરી પીઠાભાઈ તોતીયા પર કોઈ બનાવમાં ફરિયાદ થઈ હોય અને 15 વર્ષથી સાધુનો વેશ ધારણ કરી નામ બદલાવી ફરાર હતો. અને મુદ્દતે પણ કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી ધરપકડ વોરંટ નિકળ્યુ હતું.
અને ઈન્ચાર્જ પી.આઈ. એન.જી.વાઘેલા, વી.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્રભાઈ ચુડાસમા, ભગવાનભાઈ રાઠોડ, વિક્રમભાઈ નાઘેરા સહિતના સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી સબંધીને ત્યાં આવેલ આ શખ્સને દબોચી લીધો હતો. અને ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.