ઊનામાં નવાબંદર ગામે ઇદગાહ વિસ્તારમાં કેબલ ઉતારવાની કામગીરી સમયે આ વિસ્તારની મહિલાઓએ કામગીરી કરનાર કર્મચારીઓનો ઘેરાવ કરી ત્યાંથી જવા દીધા નહતા. નવાબંદરનાં ઇદગાહ વિસ્તારમાં કેબલ બદલવાની કામગીરી ચાલતી હોય તે દરમ્યાન આ વિસ્તારમાં આવેલ બે વિજપોલ પર વિજ જોડાણ ન હોય તેથી આ વિજપોલ પરનો કેબલ ઉતારી લેવાની કામગીરી પીજીવીસીએલ દ્રારા ચાલી રહી હતી.
પરંતુ આ બે વિજપોલ પર વિજ જોડાણ ન હોય પરંતુ આ વિસ્તારના 20 થી 25 મકાનોમાં રહેતા લોકો દ્રારા આ વિજપોલના કેબલમાંથી વિજચોરી કરાતી હોવાનું પીજીવીસીએલના કર્મચારીઓને માલૂમ પડતા કેબલ તેમજ વિજચોરી કરનારાઓનો કેબલ પણ કાઢી લેવાતા આ વિસ્તારની મહીલાઓએ કામગીરી કરનાર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના કર્મીઓનો ઘેરાવ કરી ત્યાંથી જવા દીધેલ ન હતા.
વિજપોલ પરથી ઉતારેલ કેબલ વાયર ફરીથી લગાડી આપવાની ઉગ્ર માંગણી તેમજ જીદ મહીલાઓ દ્રારા કરાતા મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પીજીવીસીએલ દ્રારા નવાબંદર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયા બાદ મામલો થાળે પાડ્યો હતો. અને બાદમાં કોન્ટ્રાક્ટરોના કર્મીઓને ત્યાંથી નિકળવા દીધેલ હતા.
આ અંગે પીજીવીસીએલના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ આ વિસ્તારમાં 20 થી 25 મકાનોમાં વિજચોરી થતી હોવાનું બહાર આવેલ અને ફરજ પરના કર્મીઓ તેમની કામગીરી કરતા હતા. એ સમયે બધા જ કેબલ વિજપોલથી ઉતારી નાખતા મામલો ગરમાયો હતો.
કારણ કે વિજચોરી કરતા લોકોએ મહીલાઓને આગળ કરીએ દુઃખદ બાબત કહેવાય અને વિજવાયરોની સાથે વિજચોરી અટકાવવા માટે અડચણરૂપ મહીલાઓ બની હતી. અંતે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સવાલ એ છેકે આ મહીલાઓ દ્રારા ઉગ્ર માંગ કરાતા અને એ સમયે મામલો થાળે પાડવા પીજીવીસીએલનાં ક ર્મચારીઓ દ્રારા આ વિસ્તારમાં કેબલ લગાવી આપતા મામલો શાંત પડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.