• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Within One Year In Gir Somnath, 1098 Families Living In Darkness Were Given Free Electricity Connection And Work Was Done To Bring Light To Life.

ઝુંપડા વીજળીકરણ યોજના:ગીર સોમનાથમાં અંતર્ગત એક વર્ષમાં અંધારામાં જીવતા 1098 કુટુંબોને નિઃશુલ્ક વીજ કનેક્શન આપી જીવનમાં અજવાળા પાથરવાનું કાર્ય કર્યું

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

રાજ્ય સરકાર દ્વારા લોકોને તમામ પાયાની સુવિધાઓ મળે તે માટે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં લાવી છેવાડાના લોકોને લાભ આપી રહી છે. જેમાં સરકારની સૂચનાથી પીજીવીસીએલ વિભાગ દ્વારા ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત રાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ કુટુંબો માટે સીંગલ પોઇન્ટ પર વીજળી વપરાશ માટે વીજ જોડાણ નિઃશુલ્ક આપવા હેતુસર ઝૂંપડા વીજળીકરણ યોજના અમલમાં લાવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત પીજીવીસીએલ વિભાગીય કચેરી વેરાવળ અને ઉના નીચે આવતા જિલ્લાના 6 તાલુકાના ગ્રામ્ય - શહેરી વિસ્તારમાં રહેતા 1098 કુટુંબોને રૂ.38 લાખથી વધુના ખર્ચે નિ:શુલ્ક વીજ કનેક્શનો આપવાની કામગીરી કરી અંધકારમય જીવન જીવતા પરીવારોમાં અજવાળા પાથરવાની કામગીરી કરી છે.

આ ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ ઉના પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ગીરગઢડા, કોડીનાર અને ઉના તાલુકામા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં 2021-22 ના વર્ષમાં રૂ.22 લાખથી વધુના ખર્ચે કુલ 638 નવા કનેક્શનો આપવામાં આવ્યા છે. જેમાં ગીરગઢડા તાલુકામાં 96, કોડીનારમાં 298, ઉનામાં 244 વીજ કનેક્શનો આપવામાં આવેલ છે. જ્યારે વેરાવળ પીજીવીસીએલની વિભાગીય કચેરી હેઠળ આવતા સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ તાલુકામા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં 2021-22 વર્ષમાં રૂ.16 લાખથી વધુના ખર્ચે કુલ 460 નવા કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં સુત્રાપાડામાં 271, તાલાલામાં 156, વેરાવળમાં 33 વીજ કનેક્શન આપવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બીપીએલ લાભાર્થીઓ ઉપરાંત અન્ય ગરીબ કુટુંબો કે જેમની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1.20 લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખથી વધુ ન હોય તેવા તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં સિંગલ ફેઈઝ વીજજોડાણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારબાદ વપરાશ મુજબ નિયત ટેરીફનું વીજબીલ જ ભરપાઇ કરવાનું હોવાનું પીજીવીસીએલના અધિકારી પંકજ જોશીએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...