માછીમારોને આર્થીક ફટકો:સિઝન પૂર્ણ થવાના 20 દિ’ બાકી છતાં 90 % બોટ કિનારે, 35 ટકા જ બોટો દરિયો ખેડવા ગઈ’તી

વેરાવળ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ વર્ષે માછીમારીની સિઝન શરૂ હતી ત્યારે પણ આર્થિક નુકસાનીનાં લીધે મોટાભાગની બોટ કિનારે જ પડેલી જોવા મળતી હતી. - Divya Bhaskar
આ વર્ષે માછીમારીની સિઝન શરૂ હતી ત્યારે પણ આર્થિક નુકસાનીનાં લીધે મોટાભાગની બોટ કિનારે જ પડેલી જોવા મળતી હતી.
  • 3 વર્ષથી કોરોના અને કુદરતી આફતોના લીધે માછીમારોને આર્થિક માર

વેરાવળમાં મત્સ્યદ્યોગ વિકસ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારી તેમજ કુદરતી આફતોને લીધે માછીમારોને આર્થીક ફટકો પડ્યો છે. ત્યારે આ વર્ષે 31 જુલાઈ 2021થી માછીમારીની નવી સીઝન શરૂ થઈ હતી. તેમ છતાં વેરાવળના બંદરની માત્ર 50 ટકા બોટ જ દરિયો ખેડવા માટે ગઈ હતી. બાકીની બોટોના બંદર પર પડી રહી હતી.

જ્યારે વાત કરીએ ગીર-સોમનાથ જિલ્લાની બોટની સંખ્યાની તો 8941 નાની-મોટી બોટ છે. જેમા વેરાવળની 4500 બોટનો સમાવેશ થાય છે. વેરાવળ બંદર દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતુ બંદર છે. ત્યારે 1 જુથી માછીમારીની સિઝન બંધ થશે. જેમને હજુ 20 દિવસનો સમય બાકી છે. તેમ છતાં 90 ટકા બોટ કાંઠા પર લાંગરી દેવામાં આવી છે. તેમજ બહારથી આવતા શ્રમિકો વતન તરફ જતા જોવા મળી રહ્યાં છે. જ્યારે ગુજરાતના દરિયા કિનારાની માછલીઓની વિદેશમાં પણ માંગ છે. પરંતુ અમુક દેશમાં એક્સપોર્ટ ન થતા ભાવ ઓછા મળી રહ્યા છે.

કહે છે બોટ એસો.ના પ્રમુખ ?
આ અંગે સાગરપુત્ર ફાઉન્ડેશન બોટ એસો.નાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલે કહ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષથી માછીમારોને આર્થિક ફટકો પડી રહ્યો છે. અને બોટ માલિકોએ પણ નવી સીઝનમાં ઉછી-ઉધારા કરી બોટ દરિયામાં મોકલી હતી. આ ઉપરાંત ડીઝલના ભાવમાં પણ વધારો થયો હોય જેથી પણ નુકસાન પહોંચી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...