છેલ્લા બે- ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે જ અરબી સમુદ્રમાં 23 થી 27મે દરમિયાન 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને લઈ મુળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર સહિતના વિસ્તારોમાં માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે, હાલ કોઈ ભયજનક સ્થિતી ઉભી થનાર ન હોય જેથી વેરાવળ બંદર પર કોઈ સિગ્નલ લગાવવામાં આવ્યું નથી.
પોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆત થનાર હોય જેથી અગાઉથી આવુ વાતાવરણ જોવા મળતું હોય છે. આ ઉપરાંત સામાન્યથી થોડી વધુ ઉંચાઈએ મોજા ઉછળી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, હવે આઠથી દસ દિવસની અંદર જ માછીમારીની સીઝન પૂર્ણ થશે. જો કે, સીઝન પહેલા જ અનેક બોટો દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી હતી. કારણ કે છેલ્લા બે વર્ષથી માછીમારોને આર્થિક ફટકો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.