વેરાવળ સીટી પોલીસે વેરાવળમાં રહેતા શરીફ ફર્ફે ભુરો ઈકબાલભાઈ ચિનાઈ પટણીને ગૌવંશ કતલ, ચોરી, ઘરફોડ ચોરી તથા મારામારી જેવી અસામાજિક પ્રવૃતી આચરનાર અને અગાઉ બે વખત પાસા તથા હદપારીમાં જેલમાં ગયેલા તેમજ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ તથા ઘરફોડ ચોરી અને મારામારીના પંદરેક જેટલા ગુન્હાઓ નોંધાયેલ હોય જેથી તેના વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ ગીર-સોમનાથને મોકલતા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
જેને લઈ વેરાવળ સીટી પોલીસના પોઈ એસ.એમ. ઈશરાણીની સુચનાથી આરોપીને પાસા અટકાયતનું વોરંટ તાત્કાલીક બજાવી આરોપીને પકડી પાડી પાસા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભુજ ખાતે ધકેલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કામગીરીમાં પોઈ એસ.એમ.ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ દેવદાનભાઇ, પોહેકો નટુભા બસીયા, તથા પોકો કમલેશભાઇ, અશોકભાઇ સહિતના જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.