નિર્ણય:વરસાદ થતાં જ પાણી પ્રશ્ન ઉકેલાયો; વેરાવળમાં હવે 2 દિવસે પાણી વિતરણ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળ-પાટણ સંયુકત પાલિકા દ્વાર અગાઉ 3 દિવસે પાણી વિતરણ કરાતું 'તું
  • પૂરતો જથ્થો ઉપલબ્ધ થતા વેરાવળ પાલિકા દ્વારા લેવાયો નિર્ણય

વેરાવળ-પાટણ સયુંકત પાલિકા દ્વારા અગાઉ 3 દિવસે પાણીનું વિતરણ કરાતું હતું. જે હવે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતા 2 દિવસે વિતરણ કરાશે. જેમાં પ્રથમ દિવસે રાજેન્દ્ર ભુવન ટાકીના ખારવા સોસા., ઘનશ્યામ પ્લોટ, મફતિયા પરા કટલરી બજાર, સોની બજાર, વાણંદ શેરી, ભોયવાડા, બહારકોટ વિસ્તાર, દેવકા ટાકીના ક્રિષ્ના સોસાયટી, શિક્ષક કોલોની, વિદ્યુતનગર, 60 ફૂટ રોડ, 80 ફૂટ રોડ વિસ્તાર, ભાલકા ફિલ્ટર પ્લાન્ટના ભીડભંજન રોડ, સ્વાધ્યાય મંદિર રોડ, પંચાયત સોસા., અલીભાઈ, દિવાનીયા, આંબેડકરનગર, સૈન્ટ કૌશર, ગ્રીન પાર્ક સોસા.

પાટણ ટાકી વિસ્તારના ઝાપા, શાંતિનગર, અજમેરી, શાઈન કોલોની, દ્વારકેશ, જનતા સોસા., હાડીવાસ, સુર્ય મંદિર તેમજ બીજા દિવસે રાજેન્દ્ર ભુવન ટાકીના સલાટવાડા, હાઉસિંગ, નાના કોળીવાડા, દોલત પ્રેસ, જૂનું પ્રકાશ, તાજ સોસા., એસ ટી રોડ, દેવકા ટાકીના હુડકો સોસા., સાઇધામ, ગંગાનગર, હરસિદ્ધિ, નવા રબારી વાડા, ભાલકા ફિલ્ટર પ્લાન્ટના રામાપીર મંદિર, જગદીશ મરીન, સાગર ચોક, નવાપરા વિસ્તાર, પોલીસ લાઇન, 84 બ્લોક, શાહિગરા અને પાટણ ટાકીના કોલીવાડા, ઘાંચિવાડા, સલાટવાડા, ચોગાન ચોક, મેઈન બજાર, ભોયવાડા, ત્રિવેણી, લાંબી શેરી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરાશે. આ ઉપરાંત કોઈપણ ઝોનમાં વીજ પુરવઠો બંધ હશે તો પણ પાણીની સપ્લાય બંધ કરવામાં નહિ આવે તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...