આક્ષેપ:વેરાવળમાં વોર્ડ 5 અને 6 માં 5 વર્ષથી "સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જ નથી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને યોજનાનો લાભ મળતો નથી અન્યાય થતો હોવાનો આક્ષેપ

ગુજરાત સરકાર દ્વારાલોકકલ્યાણ માટે અનેક સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેમનો ઉદેશ્ય લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાતા હોય છે.વેરાવળ માં વોર્ડ 5 અને 6 માં આ કાર્યક્રમ યોજાતો ન હોઈ લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહયો છે. જનગરસેવક અફઝલ પંજા દ્વારા જવાબદાર અધિકારીઓ ને લેખિત મા રજૂઆત કરેલ કે વોર્ડ ન.5 અને 6 મા લગભગ 40 હજાર થી વધુ લોકો વસવાટ કરે છે.

પણ આ વિસ્તારો મા છેલ્લા 5 વર્ષથી વધુ સમય થયું હોવા છતાં આ વિસ્તારો મા એક પણ "સેવા સેતુ કાર્યક્રમ" થયેલ નથી જે આ વાત સાબિત કરે છે કે આ વિસ્તાર ના લોકો સાથે અન્યાય થઈ રહ્યું છે. વોર્ડ વોર્ડ 5 અને 6 મા "સેવા સેતુ કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવે તો સરકારી પ્રમાણપત્રો મેળવવા સહેલું બનશે અને સરકાર દ્વારા જાહેર હિતની યોજનાઓનું ભરપૂર લાભ આ વિસ્તાર ના લોકો મેળવશે.

અન્ય સમાચારો પણ છે...