કામઘેનુ ગૌશાળા અને વડાલ ગામ પંચાયત દ્વારા પહેલ કરવામાં આવી છે કે, ખૂંટીયાઓને પકડી એક જગ્યા પર રાખી નિભાવ કરાશે. વડાલ ગામે આશરે 150 જેટલા ખુંટીયાઓ રોડ પર તેમજ વાડી વિસ્તારમાં ફરતા હોય જેથી અકસ્માતની ભિતી સેવાતી હતી. અને કામધેનું ગૌશાળા અને ગ્રા.પં.ના સહકારથી આ તમામ ખૂંટીયાઓને પકડી એક ડેલામાં રખાયા છે.
જેમનો તમામ નિભાવ ખર્ચ ગૌશાળા ભોગવશે. આશરે એક પશુ દીઠ 100 રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. કામધેનુ ગૌશાળામાં શુભ પ્રસંગ નિમીતે બેન્ટ પાર્ટી, દુધ, વૈષ્ણવોના ઘરે નાના-મોટા પ્રસંગો હોય તેમજ કોઈ પરિવારમાં જન્મ દિવસ, એનીવર્સરી, મૃત્યુ નિમીતે દાન આવતુ હોય છે. જેમાંથી આ ખર્ચ કરવામાં આવશે.
ખેડૂતો ગાયો માટે ચારાનું વાવેતર કરે છે
નવરાત્રીમાં ગરબી મંડળ, મહિલા સત્સંગ મંડળ તેમજ અમુક ખેડૂતો માત્ર ગાય માટે ચારાનું વાવેતર કરતા હોય છે. ખર્ચને પહોંચી શકાય તેમ છે. કામધેનુ ગૌશાળા, ગ્રા.પં. સમસ્ત ગ્રામજનોના સહકારથી આ કાર્ય કરાઇ રહ્યું છે. } તસવીર - મનીષ જોષી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.