પવિત્ર શ્રાણવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આ ભક્તિના પવિત્ર માસ દરમ્યાન યાત્રાધામ નગરી વેરાવળ- સોમનાથમાં જાહેરમાં રહેલ માસાંહારી રેસ્ટોરન્ટો (નોનવેજની રેકડીઓ) ના લીધે લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. મોટાભાગની રેકડીઓ જાહેર માર્ગે અને રેલવે સ્ટેશનની બાજુમાં રોડના કાંઠે આવેલ હોવાથી બહારથી આવતા ભાવિકોની લાગણી દુભાઈ છે. જેને ધ્યાને લઈ આ નોંનવેજની રેકડીઓ બંધ રખાવવા માટે વિશ્વ હિન્દુ પરીષદના જિલ્લા પ્રમુખ દ્વારા ચીફ ઓફીસર સહીત સબંધીઓને લેખીત રજૂઆત કરી માંગણી કરેલ છે.
પાલીકા કાર્યવાહી કરે તેવી લોક લાગણી
ગીર સોમનાથ વિશ્વ હિન્દુ પરીષદના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ભાનુશાળીએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, જોડીયા શહેર વેરાવળમાં રેયોનના બીજા ગેઈટથી બસ સ્ટેશન રોડ થઈ રામ ભરોસા ચોક સુધીમાં તેમજ રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઘાસ માર્કેટથી બ્રહમકુંડ શીવ મંદીર જતા રસ્તા ઉપર અને પ્રભાસપાટણથી સોમનાથ મંદિર જતા મુખ્ય રસ્તાની બંન્ને સાઈડ ઉપર ચાલતી તમામ માસાંહારી રેસ્ટોરેન્ટો (નોંનવેજ રેકડીઓ) થી લોકોની લાગણી દુભાતી હોવાથી બંધ રખાવવા માંગણી કરી છે.
શહેરમાં પ્રવેશતા જ જાહેરમાં નોનવેજ પીરસતા હાટડા
આ બંધ રખાવવા અંગે જણાવેલ કે, પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા યાત્રાધામની મુલાકાતે આવે છે. ત્યારે પ્રવાસીઓ મોટાભાગે વેરાવળ રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડએ આવતા હોય છે. અથવા પોતાના વાહનોમાં આ બંન્ને મુખ્ય રસ્તા ઉપરથી આવવા શહેરમાં પ્રવેશે છે. ત્યારે રેયોનના બીજા ગેઈટથી લઈને બેસ સ્ટેશન રોડથી રામભરોસા ચોક સુધીમાં રસ્તાની સાઈડમાં અનેક ઠેકાણે જાહેરમાં માંસ, મચ્છીનું વેંચાણ કરતી નોનવેજની રેકડીઓ છે. આ ઉપરાંત હોય તેમજ ટાવરથી રેલવે સ્ટેશનની બાજુમાં ચારા પીઠ તરીકે ઓળખાતા માર્ગે ઉપર અને લાબેલા સુધીનાં રસ્તા પર પણ ઘણી નોનવેજ રેસ્ટોરન્ટો રેકડીઓ કાર્યરત છે.
લોકો જે રસ્તા પરથી મંદિરે જાય ત્યાં જ વેંચાણ થતું હોવાથી લાગણીને ઠેસ
જેના લીધે ટ્રેન મારફત બહારગામથી આવતા પ્રવાસીઓને સોમનાથ જવા માટે આ બંન્ને માર્ગ ઉપરથી જ પસાર થવું પડતું હોય છે. તો રેલવે સ્ટેશન આસપાસ મોટો રહેણાંક વિસ્તાર વસેલો હોવાથી તમામ રહીશોને નજીકમાં આવેલ બ્રહ્મકુંડના શિવ મંદિરે પણ આ રસ્તાઓ ઉપરથી જવું પડે છે. ત્યારે શિવની ભક્તિ કરવા જવા સમયે રસ્તા ઉપર નોનવેજના જાહેર વેંચાણથી લોકોની ધાર્મીક લાગણી દુભાતી હોવાની આવા હાટડાઓ શ્રાવણ માસ દરમ્યાન બંધ રખાવવા હિન્દુ સમાજની માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.