લમ્પીના આતંક વચ્ચે કોંગી ધારાસભ્યની માગ:ગીર સોમનાથમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે પશુ ચિકિત્સકોની ઉણપ; દવાખાનાઓમાં ખાલી જગ્યાઓ ઉપર નિમણુક કરવા રજૂઆત

ગીર સોમનાથ (વેરાવળ)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં સમગ્ર રાજ્યમાં અબોલ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. એવા સમયે સોમનાથ પંથક અને જિલ્લામાં પણ મોટી સંખ્યામાં પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચડી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના પશુ દવાખાનાઓમાં પશુ ચિકિત્સકોની ખાલી જગ્યા ભરવા તથા ઘટતા સ્ટાફની નિમણુંક કરવા અને દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અંગે સોમનાથના કોંગી ધારાસભ્યે પશુપાલન મંત્રીને લેખિત રજૂઆત કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

પશુઓ વાયરસમાં સપડાઈ રહ્યા હોવાથી પશુપાલકોની ચિંતા વધી
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા તથા સોમનાથ પંથક અને નજીકનો ચોરવાડ તાલુકો પશુપાલન આધારિત વિસ્તાર છે. હાલમાં આ વિસ્તારમાં લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પશુઓ વાયરસમાં લપેટાઈને મૃત્યુ પામી રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં લમ્પી વાયરસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાથી દરરોજ અનેક પશુઓ વાયરસમાં સપડાઈ રહ્યા હોવાથી પશુપાલકોની ચિંતા વધી છે.

ચિકિત્સકોની જગ્યાઓ ખાલી હોવાથી તેના ઉપર તાત્કાલિક ધોરણે નિમણુંક કરવા માંગણી
ત્યારે આ વિસ્અનુલક્ષીનેતારોના પશુ દવાખાનાઓમાં લમ્પી રોગ સામે જરૂરી રસી અને દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા લમ્પી વાયરસને 1962 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. જે સેવામાં પણ સ્ટાફ ઓછો હોવાથી પશુપાલકોને સમયસર જરૂરી સેવા મળી રહી નથી. જેને ધ્યાને લઈ 1962 સેવાના સ્ટાફમાં વધારો કરવા માંગ છે. આ વિસ્તારોમાં આવેલા પશુ દવાખાનામાં ચિકિત્સકોની જગ્યાઓ ખાલી હોય તેના ઉપર તાત્કાલિક ધોરણે નિમણુંક કરવા અને વધારાનો જરૂરી સ્ટાફ મુકવાની અંતમાં માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...