પરિણીતાની મજબુરીનો ફાયદો ઉઠાવ્યો:વેરાવળના RFOએ મદદ કરવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ, ધાક ધમકી આપી શારીરિક શોષણ કરતો

ગીર સોમનાથ (વેરાવળ)13 દિવસ પહેલા
  • પોલીસ કાર્યવાહીની વિગતો સામે આવતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો
  • વન ઓફીસ-ક્વાર્ટરમાં દુષ્કર્મ આચાર્યુ

અઢી વર્ષ પહેલા વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસરના સંપર્કમાં આવેલ સુત્રાપાડા પંથકની પરિણીતાને મદદ કરવાની લાલચ આપી એક વખત દુષ્કર્મ આચર્યા હતું. બાદમાં ધમકી આપી ફોરેસ્ટ ઓફીસ અને કચેરીમાં અનેકવાર દુષ્કર્મ આચાર્યુ હોવાનો ગંભીર આરોપ સાથે પીડીત પરિણીતાએ RFO સામે દુષ્કર્મ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી RFOની અટકાયત કરી છે. આ ગુનામાં મદદગારી કરનાર RFOના પરીચીતોને પણ પોલીસે આરોપી બનાવ્યા છે. આ ઘટના અને પોલીસ કાર્યવાહીની વિગતો સામે આવતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આરોપી RFO નો ફાઈલ ફોટો
આરોપી RFO નો ફાઈલ ફોટો

લાલચ આપી RFOએ પરિણીતા સાથે સંબંધ બાંધ્યો
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પીડિતાએ આપેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફીસર તરીકે ફરજ બજાવતા હરેશ ગળચરએ અઢી વર્ષ પહેલા એક ગુનાના આરોપીઓ પકડ્યા હતા. જેઓને છોડાવવા માટે આવેલા તેમના સબંધીઓ સાથે આવેલ પરણીતા RFO ના સંપર્કમાં આવી હતી. એ સમયે તેમના સંબંધીઓને જામીન ઉપર છોડી દેવાની લાલચ આપી RFO એ પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો. બાદમાં અનેકવાર ધાક ધમકી આપી વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં દુષ્કર્મ આચાર્યુ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

SOG ની ટીમએ RFO ને ઝડપી લઈ વેરાવળ પોલીસને હવાલે કર્યો
​​​​​​​આ મામલે પીડીત પરિણીતાએ RFO ગળચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગળચર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન ગત મોડીરાત્રીના SOG ની ટીમએ RFO ને ઝડપી લઈ વેરાવળ પોલીસને હવાલે કરેલ છે. આ મામલો સામે આવતા વનવિભાગમાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...