વેરાવળની ગુલિસ્તાન સોસાયટીમાં પાલિકા ગટર, રોડ- રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવાથી વંચિત રહી છે. જેથી સ્થાનિકોને ભારે હાલકી ભોગવવી પડે છે. આ સોસાયટીમાં 50 જેટલા મકાન અને 200 થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોએ અનેક વખત નગરપાલીકા, ધારાસભ્યો અને જીયુડીસીમાં રજૂઆતો કરી છે.
પરતું આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેમજ આસપાસની જમીનમાં બાવળ ઉગી નીકળ્યા છે. જેને લઈ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં તેને હટાવાયા નથી. અને પીવાના પાણીની લાઈનો પણ અનેક જગ્યાએ લીકેજ હોવાના કારણે હજારો લીટર પાણી વેડફાઇ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રહિશોનાં પ્રાથમિક પ્રશ્નોનોનું નિવારણ લવાઈ એવી માંગ ઉઠવા પામી છે.
17 વર્ષમાં કોઈ કાર્યવાહી નહીં
આ અંગે સ્થાનિક ખતાઈ અલીમમદ અબ્દુલ ગનીએ જણાવ્યું હતું કે, 2005થી રજૂઆત કરીએ છીએ. પરંતુ 17 વર્ષમાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. લાઈટ પણ 50 ટકાથી ઓછી છે. પાણીની લાઈન પણ અનેક વખત લીકેજ થઈ જાય છે.
આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન : નગરસેવક
આ અંગે નગરસેવક અફઝલ પંજાએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં ઓરમાયુ વર્તન કરવામાં આવે છે અને કોમ્યુનિટી હોલ, ગાર્ડન, રોડ-રસ્તા સહિતની સુવિધાઓનો અભાવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.