કાર્યવાહી:વેરાવળ- પાટણ સંયુક્ત પાલીકાએ પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કર્યું

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેંચાણને અટકાવવા કાર્યવાહી, 75 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનો નાશ કર્યો

ગુજરાત સરકાર દ્વારા ગત તા.1 જુલાઈ થી 75 માઇક્રોન થી ઓછી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના વેચાણ પર પાબંદી મૂકી છે. ત્યારે વેરાવળ શહેરમાં પણ આવા પ્લાસ્ટિકના વેચાણને ડામવા વેરાવળ-પાટણ સયુંકત પાલીકાએ કમર કસી હતી.

પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, ઉપપ્રમુખ કપિલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠ્ઠલાણી, ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિતનાઓએ વિવિધ હોલસેલરોને ત્યાં જઈ 75 માઇક્રોનથી નીચેની ગુણવત્તાવાળી પ્લાસ્ટિક બેગ, કપ, ડીશ સહિતની સામગ્રીઓ જપ્તે કરી હતી.

આ અંગે પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીએ જણાવ્યું હતું કે આવી પ્લાસ્ટિક બેગ અને અન્ય ચીજ વસ્તુઓ સમગ્ર માનવ જીવન, વાતાવરણ અને પૃથ્વી માટે નુકસાનકારક છે. આપણે જ તેનું જતન કરવાનું છે. જેથી તમામ હોલસેલરો અને દુકાનદારોએ આવા પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો કોઈ કરશે તો તમને ગુમાસ્તા પરવાના પણ પાલિકા દ્વારા રદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...