લોક માંગ:વેરાવળ પાલિકા તંત્ર પ્રિ-મોન્સુનની કામગીરીમાં નાપાસ, ગંદકીના ગંજ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળો ફાટી નિકળવાની ભિતી, સમયસર કામ શરૂ કરવા લોક માંગ

વેરાવળ-પાટણ સયુંકત પાલિકા પ્રિમોન્સુન કામગીરીને લઇને ઘણા દાવાઓ કર્યા હતા. પરંતુ કામગીરી માત્ર ચોપડે જ થઈ હોઈ તેમ જોવા મળ્યું હતું. વિવિધ જગ્યાઓએ પાણી ભરાવું અને ગંદકીના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પરિણામે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

વેરાવળની હરસિદ્ધિ સોસાયટી, શ્રીપાલ સોસાયટી, આઝાદ સોસાયટી, બિહારી નગર, જૈન દેરાસર રોડ, ગુલિસ્તાન સોસાયટી, એસ ટી રોડ, બકાલા માર્કેટ, વખારિયા બજાર સહિત શહેરની અનેક સોસાયટી અને મુખ્ય માર્ગો પર વરસાદી અને ગટરના પાણી ભરાવાનાં કારણે સમગ્ર શહેરમાં માખી મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકમાંથી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...