રજૂઆત:વેરાવળ સિવીલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ન હોઈ દર્દીઓને 5 હજારનો ખર્ચ કરી ખાનગીમાં જવું પડે છે

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે આરોગ્ય મંત્રીને ગાંધીનગર રૂબરૂ મળી રજૂઆત કરતા મશીન ફાળવવાની ખાતરી અપાઈ

સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ ખાતે સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ન હોવાથી રોજ બરોજ હજારો લોકોને શારીરિક તેમજ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે સીટી સ્કેન મશીન ફાળવવા રજૂઆત કરતાં આરોગ્ય મંત્રી દ્વારા મંજૂરી હેઠળ હોવાનું જણાવેલ અને વહેલી તકે વેરાવળ સિવિલ હોસ્પીટલમાં સિટીસ્કેન મશીન ફાળવવા ખાત્રી આપવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંથકમાંથી રોજ આશરે 500 થી 700 દર્દીઓ આવે છે.

પરંતુ સિવિલમાં સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. તેમજ ઈમરજન્સી દર્દીઓને સીટી સ્કેનની જરૂર પડે ત્યારે પ્રાઈવેલ હોસ્પિટલોમાં આશરે 2-3 કી.મી. દૂર જવું પડે છે અને 4000 થી 5000 રૂપિયા પણ ચૂકવવા પડે છે. જે સામાન્ય વર્ગના લોકોને પરવડે તેમ નથી આ પ્રશ્ન વિધાનસભા સત્ર દરમિયાન પણ રજૂ થયો હતો. અને લેખીત અને મૌખીક રજૂઆતો પણ કરાઈ હતી. પરંતુ ઉકેલ ન આવ્યો હોય. જેથી ધારાસભ્ય ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરતા વહેલી તકે મશીન ફાળવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...