કાર્યવાહી:વેરાવળ શહેર- પંથકમાં વીજ દરોડા, 45 લાખનો દંડ ફટકાર્યો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ બાદ ગેરરિતી બહાર આવતા બીલો ફટકારવામાં આવ્યા’તા

વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ દરોડો શરૂ થયા છે અને ત્રણ દિવસ દરમિયાન એક હજારથી વધુ કનેકશનો તપાસ્યા હતા. જે પૈકી 254માં ગેરરિતી હોવાનું બહાર આવતા 45 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ દિવસે વેરાવળ શહેર તેમજ પંડવા, ઈન્દ્રોય, નાવદ્રા સહિતના ગામોમાં 28 ટીમોએ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.

જેમાં 415 વીજ જોડાણમાંથી 89માં ગેરરિતી બહાર આવી હતી. અને 18.20 લાખના બીલો ફટકાર્યા હતા. બીજા દિવસે રામપરા, ખાંભા, ટોબરા, સુંદરપરા, રંગપુર, રમળેચી સહિતના ગામોમાં 29 ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. અને 13.51 લાખની વીજ ચોરી પકડાઈ હતી. આ ઉપરાંત લાટી, કદવાર, ઉકડીયા સહિતના ગામોમાં પણ ચેકીંગ કરાયું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...