ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક કે.એફ.બાળોલીયા, કોસ્ટલ સિક્યુરીટી ગુ.રા., ગાંધીનગરનાં મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, વેરાવળ વિભાગ દ્વારા વેરાવળમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ તથા ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન-અપ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા સુચના અપાતા સોમનાથ મરીન પોલીસનાં પીઆઈ એન.જી.વાઘેલા, પીએસઆઈ વી.આર.રાઠોડ અને સ્ટાફ તેમજ સરકારી બોટ્સના ક્રુ-મેમ્બર્સ, માછીમાર મહિલાઓ, કાજલી સરકારી સ્કુલના છાત્રો દ્વારા દરિયા કિનારે તણાઈને આવેલ પ્લાસ્ટીકની કોથળી, બોટલો, રદ્દી કપડા સહિતનો કચરો એકઠો કર્યો હતો.
લોકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. પીઆઈ એન.જી.વાઘેલા દ્વારા કાજલી શાળાના છાત્રોને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો મુલાકાત કરાવી મુળભુત કામગીરીથી વાકેફ કરાયા હતા. એસએચઈ ટીમ દ્વારા ‘સમજ સ્પર્શ કી’ અંતર્ગત ‘ગુડ ટચ- બેડ ટચ’ અંગે માર્ગદર્શન અપાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.