માંગ:ઊના- ગીરગઢડા એસટીને જશરાજ નગર ખાતે સ્ટોપ આપવા માંગણી

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસમાં મુસાફરી માટે આ વિસ્તારના લોકોને દોઢ કિમી ચાલવું પડે છે

ઊના- ગીરગઢડા એસટી બસને ઊના શહેરના જશરાજ નગર ખાતે પીકએપ કે ડ્રોપની સુવિધા અપાતી નથી. જશરાજનગરથી ગીરગઢડા તરફ અનેક છાત્રો, નોકરીયાતો, ધંધાર્થીઓ દરરોજ અપડાઉન કરી રહ્યાં છે. તેમજ બસમા મુસાફરી કરવા માટે જશરાજ નગરથી છેક દોઢ કિમી દૂર બાપા સીતારામ ચોક સુધી ફરજીયાત આવવું પડે છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રૂટની એસટીમાં ડ્રાઈવર- કંડક્ટર પોતાની મનમાની ચલાવતા હોય એવા કડવા અનુભવની ફરિયાદ પણ ફરીયાદ બુકમાં નોંધાયેલ છે.

આ રજૂઆતમાં વધુમાં શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, ફરજ પરના સ્ટેન્ડ ઈન્ચાર્જ ખાનભાઈએ જશરાજ નગર એસટી બસનો સ્ટોપ છે જ નહીં એસટી પબ્લીકની સવલતો માટે છે. ડ્રાઈવર- કંડકટર કે એસટીના કોઈ પણ કર્મચારીની પ્રાઈવટ પ્રોપટી નથી. જેની સમજ એસટી વિભાગમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને આપવી જરૂર છે.

વધુમાં એસટી વિભાગને આવક મળી રહે એ માટે પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આવા તુંડ મીજાજી કર્મીઓને કારણે પ્રજાની સુવિધા દુવિધામાં પલ્ટી જાય છે. તેવા આક્ષેપ સાથે શૈલેષભાઈ નાંઢાએ ઊના એસટી ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરી તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...