કોણ કોને આપશે ટક્કર?:ગીર સોમનાથની 4 પૈકી સોમનાથ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, તાલાલા, કોડીનાર અને ઉનામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

ગીર સોમનાથ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાની 4 પૈકી સોમનાથ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.
આ વખતની ચૂંટણીમાં ચારેય બેઠક ઉપર લડતા ઉમેદવારોની વાત કરીએ તો સોમનાથ બેઠક ઉપર ભાજપમાંથી માનસિંહભાઈ પરમાર, કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, આપના.પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળાની વચ્ચે ત્રીપાંખીયો ચુંટણી જંગ જામશે. જ્યારે તાલાલા બેઠક ઉપર ભાજપમાંથી ભગવાનભાઈ બારડ, કોંગ્રેસમાંથી નવોદિત માનસિંહ ડોડીયા, આપ માંથી દેવેન્દ્ર સોલંકી વચ્ચે જંગ ખેલાશે. કોડીનાર અનામત બેઠક ઉપર ભાજપમાંથી ડો.પ્રદ્યુમન વાજા, કોંગ્રેસમાંથી મહેશભાઈ મકવાણા વચ્ચે સીધી ટકકર થશે. ઉના બેઠક ઉપર ભાજપમાંથી પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, કોંગ્રેસમાંથી સીનીયર એવા વર્તમાન ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, આપમાંથી સેજલબેન ખુંટ વચ્ચે ચૂંટણી જંગ જામશે.તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અત્રે નોંધનીય છે કે, ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને કારમી હાર આપી હતી. ચારેય બેઠક ઉપર કોંગ્રેસના પંજાનો કબ્જો થયો હતો. આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી હોટ ગણાતી એવી પ્રથમ જ્યોતિલીંગના નામ સાથે જોડાયેલી સોમનાથ બેઠક ઉપરના ત્રીપાંખીયા જંગ ઉપર સમગ્ર રાજ્યની નજર રહેશે. જ્યારે તાલાલા બેઠક ઉપર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાંથી ઉમેદવારી કરનાર ભગવાનભાઈ બારડ સામે કોંગ્રેસએ નવોદિત ચહેરો ઉતારતા ચુંટણી જંગ જામશે. ઉના બેઠક ઉપર કોંગ્રેસના સીનીયર સામે ભાજપના જુનીયર સમાન નેતાની જંગ રસપ્રદ રહેશે. આ ત્રણેય બેઠકો ઉપર ભારે રસાકસી રહેવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...