કાર્યક્રમ:ઊનામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારાઓને કોંગ્રેસ સમિતી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાનાં દેલવાડા નજીક આવેલ ગૃપ્ત પ્રયાગ ધામ ખાતે ઊના-ગીરગઢડા તાલુકા, શહેર કોંગ્રેસ સમિતી દ્વારા લોકોને નશીલા પદાર્થોથી દૂર રાખવા માટે જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ લઠ્ઠાકાંડમાં મુત્યુ પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાજંલિ અપાઈ હતી. બરવાડાના લઠ્ઠાકાંડમાં અનેક વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. ત્યારે તેમના આત્માને શાતી મળે એ માટે 2 મિનીટનું મૌન પાળી શ્રદ્ધાજંલિ અપાઈ હતી. ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ગુણવંતભાઈ તળાવીયા, રામભાઈ ડાભી, કમલેશભાઈ બાંભણીયા, સરપંચો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે પુજાભાઈ વંશે કહ્યું હતું કે, આ લઠ્ઠાકાંડ નથી હત્યાકાંડ છે. ભાજપ સરકારની અણઘડ નિતીના કારણે ગુજરાત દારૂ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું હબ બન્યું છે. ગુજરાત ગાંધી અને સરદાર તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આવા વ્યવસનોથી દૂર રહે અને દારૂ બંધીનો કડક રીતે અમલ થાય અને અસામાજીક પ્રવૃતિ કરનારા માથુ ન ઉંચકે અને સમાજને નુકસાન ન કરે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...