તૈયારીઓ:આજે પીએમ મોદી સોમનાથમાં અને 21મીએ કેન્દ્રિય ગૃહ મંત્રી માળિયામાં

વેરાવળ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, તૈયારીઓને આખરી ઓપ

20મીએ પીએમ નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે અને મહાદેવના દર્શન- પૂજા કરશે. તેમજ સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી માળિયા હાટીના ખાતે સભાને સંબોધશે. આ અંગેની મળતી વિગત મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20મીએ સોમનાથમાં જાહેર સભા સંબોધશે. પીએમના આગમનને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન, પૂજન કરશે. આ ઉપરાંત માળિયાની વાત કરીએ તો ગૃહમંત્રી અમીત શાહ 21મીના માળિયા આવશે. અને વીરડી- સાસણ રોડ પર સમુહ લગ્ન સમિતી વાડીના ગ્રાઉન્ડમાં યોજાનાર સભામાં હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...